મહેસાણાની રાધનપુર ચોકડી ઉપર જનપથ હોટલ પાસે વિકાસ ટાયર્સની આગળ ખુલ્લી જગ્યામાં બેસીને ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન સ્ટાર્સ અને એડીલેડ સ્ટ્રીકર વચ્ચેની ટી20 મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમાડતા શખ્સને બી ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો.
બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે જનપથ હોટલની બાજુમાં વિકાસ ટાયર્સની દુકાનની આગળ ખુલ્લી જગ્યામાં મોબાઈલ પર ક્રિકેટ સટ્ટાની એપની મદદથી સટ્ટો રમાડતા કનૈયાલાલ ભગવાનદાસ પટેલ રહે. આસ્થાવિહાર ફ્લેટ, એરોડ્રામ રોડ, મહેસાણાવાળાને ઝડપી લઇ તેની પાસેથી 5 હજારનો મોબાઈલ અને રૂપિયા 380ની રોકડ મળીને કુલ રૂ. 5380 નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.
ઝડપાયેલો કનૈયાલાલ પટેલ મોબાઈલમાં ક્રિકેટ સટ્ટા બેટીંગની ENJOYEXCH.COM નામની એપ્લીકેશન ઉપર ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી મેલબોર્ન સ્ટાર્સ અને એડીલેડ સ્ટ્રીકર્સ વચ્ચેની ટી20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.