તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઇ:બનાવટી દાગીના પર રૂ.2.50 કરોડની ગોલ્ડ લોન લઇ બેંક સાથે ઠગાઇ કરનારો ઝડપાયો

મહેસાણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા એલસીબીએ વિજાપુરના કુકરવાડા ચોક્સી માર્કેટમાંથી ખેડાના ઠગને દબોચ્યો

બનાવટી સોનાના દાગીના પર રૂ.2.50 કરોડની ગોલ્ડ લોન મેળવી સુરતની આઇસીઆઇસીઆઇ બેંક સાથે ઠગાઇ કરનારા ખેડાના રઢુ ગામના ગઠિયાને મહેસાણા એલસીબી પોલીસે વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે ચોક્સી માર્કેટમાંથી ઝડપી પાડયો હતો.

મહેસાણા એલસીબી પીએસઆઈ એસ.બી. ઝાલા સહિત સ્ટાફ કુકરવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન હે.કો. અરવિંદકુમાર અને પો.કો. જયસિંહને બાતમી મળી હતી કે, સુરત શહેર પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં ફરાર ખેડાના રઢુ ગામનો જય વસંતભાઈ માણેકલાલ સોની કુકરવાડાના સોની બજારમાં આવનાર છે. જેને આધારે પોલીસે કુકરવાડા સોની બજારમાં વોચ ગોઠવી તેને ઝડપી વસઇ પોલીસને સોંપ્યો હતો.

પોલીસ પૂછપરછમાં આરોપી જય સોનીએ દિલ્હીથી સોનાના બનાવટી દાગીના ગુજરાત લાવી ગ્રાહકો દ્વારા બેંકમાં જમા કરાવી ગોલ્ડ લોન મેળવતો હોવાનું અને તેણે સુરત શહેરમાં આઇસીઆઇસીઆઇ બેન્કની અલગ-અલગ બ્રાન્ચોમાં બનાવટી દાગીના જમા કરાવી રૂ.2.50 કરોડથી વધુની ગોલ્ડ લોન મેળવી હોવાનું કબૂલ્યું હતું.

ઇડર અને ગાંધીનગરની 3 કરોડની ઠગાઇના ગુનામાં ફરાર આરોપી સામેત્રાથી ઝડપાયો
મહેસાણા એલસીબીને ગાંધીનગર ઇન્ફોસિટી અને ઇડર પોલીસ મથકના ઇનામી છેતરપિંડી અને પૈસા સરક્યુલેશન સ્કીમ અધિનિયમ હેઠળ નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં ફરાર મહેસાણાના ગોકળગઢ બસ સ્ટેન્ડ પાસે રહેતો ચૌધરી પ્રદીપ સાલુભાઇ ખુમાભાઇ સામેત્રાના બસ સ્ટેન્ડ નજીક ઊભો હોવાની બાતમી આધારે પકડી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો