અકસ્માત:લાખવડ રોડ પર વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કામ પતાવી યુવાન કુકસ ઘરે જઈ રહ્યો હતો

લાખવડ રામપુરા રોડ પર પેટ્રોલપંપ નજીક ગાડીની ટક્કરે કુકસમાં રહેતા રાહદારી યુવાનનું મોત નિપજ્યું હતું. પોલીસે વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મૂળ મેઉના અને હાલ મહેસાણાના કુકસમાં ચૌધરી કાંતિભાઈના ખેતરમાં રહેતા કિરણભાઈ ગફુરભાઈ રાવળ પોતાના પરિવાર સાથે રહે છે. તેમની સાથે મૂળ સોજાનો તેમની માસી નો દીકરો અનિલ પણ છેલ્લા બે માસથી રહેતો હતો.

ગઇકાલે અનિલ પોતાનું કામ પતાવીને ઘરે જતો હતો.ત્યારે લાખવડ રામપુરા રોડ પર પેટ્રોલપંપ નજીક જી.જે.02.ડી.એમ.2116 નંબર ગાડીના ચાલકે અનિલભાઈને પાછળથી ટક્કર મારતાં તે ફંગોળાઈને રોડ પર પડ્યો હતો. ઇજાગ્રસ્ત અનિલભાઈને 108 ની મદદથી મહેસાણા સિવિલમાં લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કરતાં અકસ્માત અંગે તેમના માસીના દીકરા કિરણભાઈ રાવળે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગાડીચાલકને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...