તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વિસ્ફોટ:ગવાડા અને મોદીપુરના દર્દીનું કોરોનાથી મોત, વિસનગરમાં 10 સહિત જિલ્લામાં વધુ 25 કેસ

મહેસાણાએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના @ 1114 - મહેસાણા અને કડીમાં 6-6, જોટાણા, બહુચરાજી અને ખેરાલુમાં 1-1 કેસ

વિજાપુરના ગવાડાના 48 વર્ષીય યુવક અને જોટાણાના મોદીપુરના 61 વર્ષના વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત થતાં જિલ્લામાં કોરોનાથી મોતનો આંકડો 69 થયો છે. જ્યારે શુક્રવારે વધુ 25 દર્દી નોંધાતાં સંક્રમિતોની સંખ્યા 1114એ પહોંચી છે. મહેસાણા અને કડી બાદ હવે વિસનગરમાં સંક્રમણ વધી રહ્યું હોય તેમ શહેરમાં 8 અને તાલુકામાં 2 મળી કુલ 10 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 6, કડીમાં 6, જોટાણા, બહુચરાજી અને ખેરાલુમાં 1-1 પોઝિટિવ કેસ આવતાં આરોગ્ય વિભાગે તમામ દર્દીઓને આઇસોલેટ કરી 950થી વધુને ક્વોરન્ટીન કર્યા છે. જ્યારે 6 તાલુકાના મામલતદારોએ જાહેરનામું પ્રસિદ્ધ કરી સંક્રમિત વિસ્તારોને કન્ટેન્ટમેન્ટમાં મૂક્યા હતા. શુક્રવારે 14 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતાં રજા અપાઇ હતી. અત્યાર સુધીમાં જિલ્લામાં 752 દર્દીઓ સાજા થયા છે.

દેણપ PHCના લેબ ટેકનિશિયન, પુત્ર અને પુત્રી સહિત પરિવારના ત્રણને કોરોના
દેણપ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેકનિશિયન4 તેમના પુત્ર અને પુત્રી સહિત વિસનગર શહેરમાં 8 અને તાલુકાના તરભ અને ખંડોસણના યુવક મળી કુલ 10 કોરોનાગ્રસ્તોને આઇસોલેટ કરાયાં છે. આ સાથે તાલુકામાં 153 દર્દી અને 4ના મોત થયાં છે. જ્યારે 67 દર્દી સારવાર હેઠળ છે.

કલ્યાણપુરામાં પણ પરિવારના 3 સભ્ય પોઝિટિવ
કડી તાલુકાના કલ્યાણપુરા ગામના એક જ પરિવારના 3 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. જેમાં બે મહિલાઓનો સમાવેશ છે.

મોદીપુર ગામમાં પુત્રથી સંક્રમિત પિતાનું મોત
જોટાણાના મોદીપુરના ફાર્મા કંપનીમાં નોકરી કરતો યુવાન પોઝિટિવ આવતાં સારવાર માટે ખસેડ્યો હતો અને ગુરુવારે રાત્રે તેના 61 વર્ષના પિતાની પણ તબિયત બગડતાં 108માં મહેસાણા સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં લેવાયેલ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવે તે પહેલાં જ શુક્રવારે બપોરે તેમનું મોત થયું હતું. જ્યારે વૃદ્ધના પત્નીને પણ કોરોનાનાં લક્ષણો જણાતાં સારવાર માટે ખસેડાયાં છે.

કોરોના સંક્રમિત દર્દીઓ

 • મહેસાણા :
 1. આંબેડકર ચોક (60)(પુરૂષ)
 2. નાગલપુર રોડ (30)(પુરૂષ)
 3. ટીબી રોડ (39)(પુરૂષ)
 4. જોરણંગ (59)(પુરૂષ)
 5. પઢારિયા (27)(પુરૂષ)
 6. મેઉ (29)(પુરૂષ)
 • કડી :
 1. થોળ રોડ (31((મહિલા)
 2. પાલી (27)(પુરૂષ)
 3. નાનીકડી (27)(પુરૂષ)
 4. કલ્યાણપુરા (38)((મહિલા)
 5. કલ્યાણપુરા (32)(મહિલા)
 6. કલ્યાણપુરા (30)(પુરૂષ)
 • વિસનગર :
 1. વિસનગર (74)(મહિલા)
 2. કડા રોડ (41)(મહિલા)
 3. કડા દરવાજા (48)(પુરૂષ)
 4. ધરોઇ કોલોની (55)(પુરૂષ)
 5. ખેરાલુ રોડ (22)(મહિલા)
 6. ખેરાલુ રોડ (28)(પુરૂષ)
 7. ખેરાલુ રોડ (55)(પુરૂષ)
 8. દરબાર રોડ (65)(પુરૂષ)
 9. તરભ (21)(પુરૂષ)
 10. ખંડોસણ (27)(પુરૂષ)
 • જોટાણા : મોદીપુર(61)(પુરૂષ)
 • બહુચરાજી :વિજાપુરડા(પુરૂષ)
 • ખેરાલુ : વિઠોડા (75)(પુરૂષ)
અન્ય સમાચારો પણ છે...