દીપડાએ દેખા દીધી:મહેસાણાના નુગર અને બોદલા ગામ વચ્ચે દીપડો દેખાયો, વન વિભાગ તપાસ અર્થે દોડ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પદચિન્હોના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી
  • અગાઉ પણ લિંચમાં દીપડો દેખાવાની વિગતો પ્રકાશમાં આવી હતી

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખાવાની વિગતો દિવસેને દિવસે વધુ પ્રકાશમાં આવી રહી છે. જેમાં મહેસાણાના નુગર અને બોદલા ગામની સીમ વચ્ચે દીપડો દેખાયો હોવાની ફરિયાદ મહેસાણા ડિઝાસ્ટર કચેરીને મળી હતી.

ફરિયાદ મળતાની સાથે ફોરેસ્ટ બીટના અધિકારીએ ત્રણ ગાર્ડને પ્રાથમિક ચકાસણી કરવા માટે ઘટનાસ્થળે દોડાવ્યા હતા. જો કે દીપડા જેવું વન્ય પ્રાણી નુગર સીમમાંથી બોદલાની સીમમાં થઈને રવાના થયું હતું. હાલમાં પદચિન્હોના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જો કે દીપડો જોયો હોવાના સમાચાર ફેલાતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એક સપ્તાહ અગાઉ લિંચ ગામની સીમમાં પણ સિંચાઈ કરી રહેલા એક ખેડૂતે દીપડા જેવું પ્રાણી જોયું હતું. જે રસ્તા પર પસાર થઈને પુરઝડપે વોટર પાર્ક તરફ જતા સીમાડામાં થઈ લિંબુડીના ખેતરમાં છુપાયો હતો. નોંધનીય છે કે અગાઉ પણ નંદાસણ પાસે વાહનની ટક્કરે એક દીપડાનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...