પંતગની દોરીથી ઘવાયા:કડીમાં દોરીથી અનેક પક્ષીઓ અને માણસો ઘવાયા,બે દિવસમાં 30 જેટલા પક્ષીઓ અને 30 જેટલા માણસોને ઇજા

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી ઘાયલ પક્ષીઓની એનિમલ હેલ્પલાઈન દ્વારા સારવાર કરવામાં આવી

કડી શહેરમાં મકરસંક્રાંતિની શાનદાર ઉજવણી જોવા મળી હતી. પરંતુ આ ઉજવણી કેટલાક મનુષ્યો તેમજ અબોલ-ભોળા પારેવડા માટે લોહિયાળ નિપજી છે.કડી ના પશુ દવાખાનામાં તાલુકાનો કરુણા અભિયાન પ્રોગ્રામ અંતર્ગત પક્ષી સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

મકરસંક્રાંતિ અને તેના બીજા દિવસે આખો દિવસ જુદા જુદા વિસ્તારોમાંથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના ફોન એનિમલ હેલ્પલાઈનમાં સતત રણકતા રહ્યા હતા.જોકે કરુણા અભિયાનને લઈને તેમજ તંત્રની કડક કાર્યવાહીના લીધે અને લોકોની સંવેદના વધુ જાગૃત થયી હોવાના કારણે ગત વર્ષ કરતા ઓછા કેસ આ વખતે સારવારમાં આવ્યા હતા.

મકરસંક્રાંતિ અને તેના બીજા દિવસે કબૂતર,હોલા,ઘુવડ,કોયલ,સમડી સહિતના પક્ષીઓ માટે ઘાતગ્રસ્ત પુરવાર થયા હતા.પ્રાથમિક રિપોર્ટ મુજબ કેટલાય પક્ષીઓ મોતને ભેટતા ભારે અરેરાટી ફેલાયી હતી અને જીવદયા પ્રેમીઓની આંખમાંથી અશ્રુ વહી ગયા હતા.ઉતરાયણ ના બે દિવસમાં 32 જેટલા અબોલ જીવો ઘવાઈને સારવાર અર્થે પશુ દવાખાનામાં લાવવામાં આવ્યા હતા જયાંથી સાજા થયી ગયેલા પક્ષીઓને ફરીથી મુક્ત ગગનમાં વિહાર માટે છોડી મુક્યા હતા જ્યારે 9 જેટલા પક્ષીઓને અમદાવાદ સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.પક્ષીઓમાં 2 કાકણ સાર,4 કબુતર,1 ટીટોડી,1 સમડી અને 1 બાજ ઘાયલ થયા હતા..કરુણા અભિયાન અંતર્ગત ઉભા કરાયેલા સારવાર કેન્દ્રમાં ઇજાગ્રસ્ત અને લોહી લુહાણ ડોક-પાંખ કપાયેલા પક્ષીઓ લવાઈ રહ્યા હતા

મકરસંક્રાંતિ ના પવિત્ર તહેવાર નિમિતે પક્ષી બચાવો અભિયાનમાં સેવામાં જોડાયેલા અનિલભાઇ,રાજુભાઇ સહિતના પક્ષીપ્રેમીઓ ને જિલ્લા પંચાયત મહેસાણા ના પ્રમુખ પ્રહલાદભાઈ પરમારે મુલાકાત લઈ આખી ટીમને ઉમદા કાર્ય કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા.

પતંગની દોરીથી ગળું કપાવાના 30 કેસ જોવા મળ્યામકરસંક્રાંતિ માં પતંગદોરી થી બાઈકસવારો તેમજ રાહદારીઓ ઘવાવા નો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. શહેરમાં દોરી થી 30 જેટલા લોકો ઘવાયા છે જેમને ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...