રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાઓમાં જિલ્લા વિકાસ અધિકારીના નવીન બંગલો બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જે પૈકી મહેસાણા જિલ્લામાં એક કરોડના માતબર ખર્ચે આગામી સમયમાં ડીડીઓનો નવીન બંગલો બનાવવામાં આવશે અને તેના માટે ગાંધીનગરથી એક કરોડની વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
DDOનો એક કરોડ રૂપિયાના માતબર ખર્ચે નવીન બંગલો બનાવવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરાું છે. આ નવીન બંગલો અને જિલ્લા પંચાયતની નવીન બિલ્ડીંગ બનાવવા આર્કિટેકની નિમણૂંક કરવા માટે કારોબારી સભા સમક્ષ એજન્ડા થકી મંજૂરી પણ આપવામાં આવી છે.
અને જિલ્લા પંચાયતના બાંધકામ શાખા દ્વારા આ નવીન બંગલો બનાવવા માટેની તૈયારીઓના ભાગરૂપે પાછળ આવેલા જર્જરીત ક્વાર્ટરની બાજુની સહિત ત્રણેક જગ્યાઓ વેરી ફાય કરીને સાહેબને બતાવવામાં આવી છે. પરંતુ હજી સુધી ફાઈનલ નથી કરાઈ અને નક્શાઓ તૈયાર કરવા સહિતની કામગીરી કરવામાં આવી હોવાનું બાંધકામ શાખાના નાયબ કાર્ય પાલક ઇજનેર આર એસ પટેલે જણાવ્યું હતું.
ગાયકવાડી સમયમાં બનાવાયેલ5 બંગલાઓ પૈકી એક બંગલાને છેલ્લા ઘણા સમયથી DDOનું નિવાસ્થાન બનાવાયું છે. જેમાં અંદાજે એકાદ વર્ષ પૂર્વે રીનોવેશનનો અંદાજે દસ લાખ ઉપરાંત નો ખર્ચ પણ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.