મકાન પર ઝાડ પડ્યું:મહેસાણાના છઠીયારડા ગામે લીમડાનું ઝાડ એકાએક મકાન પર ધરાશાયી થયું, સદનસીબે જાનહાનિ ટળી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાનમાં ભારે નુકસાન, મકાન માલિકે સરકાર પાસે સહાયની માગ કરી

મહેસાણા જિલ્લામાં એક સપ્તાહ અગાઉ ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કરણે અનેક ગામોમાં પાણી ભરાયા હતા. તેમજ કેટલાક સ્થળે નાનું મોટું નુકસાન પણ થયું હતું. ત્યારે મહેસાણા તાલુકામાં આવેલા છઠીયારડા ગામે વરસાદી પાણીથી ભેજ રહિત થયેલા ઘર પર લીમડાનું ઝાડ ધરસાયી છયું હતું. જેથી મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું.

મકાનમાં રહેતા લોકોનો સદનસીબે આબાદ બચાવ થયો
મહેસાણા તાલુકાના છઠીયારડા ગામે રાવળ વાસમાં રહેતા છનાભાઈ ભીખાભાઈ રાવળના મકાનમાં લીમડાનું ઝાડ વહેલી સવારે અચાનક જ પડતાં મકાનને નુકસાન થયું હતું. તેમજ મકાનમાં રહેલા માલ સામાનને નુકસાન પહોંચ્યું હતું. મકાનમાં રહેતા લોકોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો.
સરકાર તરફથી આર્થિક સહાય આપવાની માંગણી
તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે છનાભાઇના મકાનમાં ભેજ રહિત થયું હતું. દરમિયાન લીમડાનું ઝાડ પડતા કાચું મકાન કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. આ અંગે છનાભાઈ ભીખાભાઈ રાવળ દ્વારા મહેસાણા ખાતેની ડિઝાસ્ટર ઓફિસમાં રજૂઆત કરી સરકાર તરફથી આર્થિક સહાય આપવાની માંગણી કરી હતી અને ગામના સરપંચે પણ આગળની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. જોકે, ઝાડ પડવાના બનાવવામાં કોઈ જાન હાનિ થઈ ન હોવાનું સરપંચે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...