મહેસાણા ડિવિઝનમાં આવતા વિજાપુર ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કંડકટરને વિજાપુર નજીક બસ રોકાવી 25 જેટલા માણસોના ટોળાએ માર માર્યો હતો. તેમજ બસમાં તોડફોડ કરી કાચ તોડી સરકારી બસને નુકસાન પહોંચાડ્યું હતું. જે મામલે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ધોકા લાકડીઓ અને પથ્થર જેવા હથિયારો લઈ બસ રોકાવી
વિજાપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સાહિલ કિશનભાઈ પરમાર નામના યુવકે વિજાપુર ડેપોની બસ ન GJ 18 Z 9563ના કંડકટર સાથે બોલાચાલી કરી હતી. બાદમાં વિજાપુર સ્વામિનારાયણ સ્કૂલની આગળ પોતાના અન્ય માણસોને બોલાવ્યાં હતા. જેમાં પરમાર જૈમીન ઉર્ફ ભૂરો અને બીજા 25 માણસોના ટોળાએ ભેગા મળી હાથમાં ધોકા લાકડીઓ અને પથ્થર જેવા હથિયારો લઈ બસ રોકાવી હતી
હુમલો કરી શખ્સો ફરાર થયા
બાદમાં મુસાફરો ગભરાઈ જતા ટપોટપ બસમાંથી ઉતરી ગયા હતા. ત્યારે 25 લોકોના ટોળાએ બસમાં તોડફોડ કરી હતી અને બસના કાચ તોડી નાખ્યાં હતા. ફરિયાદી ડ્રાઇવર અને કંડકટરને લાકડાના ધોકા અને ગરડા પાટુનો માર માર્યો હતો. ડ્રાઇવર ભુપેન્દ્ર સિંહ ઝાલા પાસેથી 5000ની લૂંટ કરી તમામ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ ઈસમો છેલ્લા એક અઠવાડિયાથી બસમાં બેસી કંડકટર સાથે માથાકૂટ કરતા હતા અને ભરચક બસમાં બેસી સરકારી બસના ડ્રાઈવર કંડકટરને અભદ્ર ભાષા બોલી હેરાન પરેશાન કરતા હોવાનું ફરિયાદીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.