અકસમાત:ગોઝારિયાના ચરાડુ ચાર રસ્તે આઈસરની ટક્કરે આધેડનું મોત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગરના કૂવાસણાના રહીશને દીકરીનો લગ્ન પ્રસંગ પતાવી ચાંદખેડા જતાં સમયે અકસ્માત થયો

મહેસાણા તાલુકાના ગોઝારિયા નજીક ચરાડુ ચોકડી ઉપર આઈસરના ચાલકે અડફેટે લેતાં વિસનગરના કુવાસણાના આધેડનું મોત થયું હતું. લાંઘણજ પોલીસે અજાણ્યા આઈસર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

વિસનગર તાલુકાના કુવાસણા ગામના પ્રવિણભાઇ મગનભાઈ પરમાર (53) ચાંદખેડા રહેતા હોઇ તેમની દીકરીના લગ્નનો પ્રસંગ પતાવી મિત્રની રિક્ષામાં સામાન ભરી ચાંદખેડા તરફ જવા નીકળ્યા હતા. તેઓ ચરાડુ ચોકડીએ લઘુશંકા કરવા રોકાયા હતા અને રોડ ઓળંગી રહ્યા હતા તે દરમિયાન આઈસરે અડફેટે લેતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં માણસા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી ગાંધીનગર સિવિલમાં રીફર કરતાં ફરજ પરના તબીબે પ્રવિણભાઇ પરમારને મરણ જાહેર કર્યા હતા. ભુપેન્દ્રભાઇ પરમારે લાંઘણજ પોલીસમાં આઈસર ટ્રકના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...