બજેટની તૈયારી:મહેસાણા નગરપાલિકાના બજેટ તૈયાર કરવા 19 ફેબ્રુઆરીએ 9 કમિટીની બેઠક મળશે

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ સમિતિઓનીની બેઠક એક જ દિવસમાં થઈ જાય તેવું આયોજન

મહેસાણા નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2022-23ના બજેટની જોર જોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મોટા ભાગની કમિટીઓમાં સભ્યો કોમન હોવાથી 9 કમિટીની બજેટની બેઠક આગામી 19મી રાખવામાં આવી છે. જેમાં કમિટીઓ પોતાના વિભાગનું બજેટ તૈયાર કરી ઓડિટ શાખાને આપશે અને તેના આધારે ઓડિટ શાખા અને કારોબારી દ્વારા બજેટને ફાઇનલ ટચ અપાશે.

મહેસાણા નગરપાલિકા 19મીએ વોટર વર્કસ સમિતિ, ભૂગર્ભ ગટર સમિતિ, રોડ રસ્તા કમિટી, બાગ-બગીચા સમિતિ, બિલ્ડીંગ બાંધકામ સમિતિ, નવા પ્રોજેક્ટ અમલીકરણ સમિતિ, ટાઉનહોલ અને તળાવ સંચાલન સમિતિ, રમતગમત અને મનોરંજન સમિતિ, તેમજ ટીપી સમિતિની,બેઠક રાખવામાં આવનાર છે

તમામ સમિતિઓનીની બેઠક એક જ દિવસમાં રાખવા પાછળનો મુખ્ય હેતુ એવો છે કે, અનેક નગર સેવકો એક કરતાં વધુ સમિતિમાં હોવાથી એકજ દિવસમાં તમામ બેઠકો થઈ જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...