તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:જિલ્લામાં ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટ, ઘરમાં 2 ફૂટની મૂર્તિની સ્થાપના કરી શકાશે

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણેશોત્સવ માટે વહીવટી તંત્ર દ્વારા નિયમોનું પાલન કરવા આદેશ કરાયા
  • જાહેર સ્થળે માત્ર પૂજા, આરતી અને પ્રસાદનું જ વિતરણ કરી શકાશે

મહેસાણા જિલ્લામાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની, જ્યારે ઘરમાં 2 ફૂટની ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે. તેમજ 4 ફૂટ કરતાં વધુ ઉંચાઇની મૂર્તિ વેચાણ નહીં કરવા મૂર્તિકારોને સૂચના અપાઇ છે.

આગામી 10મીથી શરૂ થતાં ગણેશ ઉત્સવને લઇ પાણી અને પર્યાવરણના સંરક્ષણ તેમજ પ્રદૂષણ અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દ્રજીતસિંહ વાળા દ્વારા પ્રતિબંધાત્મક આદેશો કરાયા છે. જેમાં ગણેશજીની પીઓપી અને ફાયબરની મૂર્તિઓના વેચાણ, સ્થાપના તેમજ નદી-તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ, મંડપ શક્ય તેટલો નાનો રાખવા આયોજકોને આદેશ કરાયો છે.

મહોત્સવમાં કુંડાળા કરી દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે
આયોજકો દ્વારા પંડાલ, મંડપમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે કુંડાળા કરી દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે. ઉપરાંત, સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.

ગણેશ સ્થાપન અને વિસર્જનમાં 15 વ્યક્તિની મર્યાદા
ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 વ્યક્તિની મર્યાદામાં એક જ વાહન મારફતે સ્થાપન અને વિસર્જન કરી શકાશે. ઘર પર સ્થાપન કરાયેલા ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવા અનુરોધ કરાયો છે. સ્થાનિક સત્તામંડળે બનાવેલ કૃત્રિમ કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...