આપઘાત:વડનગરના ઊંઢાઈની પરિણીતાએ પતિના ત્રાસથી ગળે ટૂંપો ખાઈ જીવન ટૂંકાવી દીધું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાર વર્ષથી ત્રાસ આપનાર પતિ સામે પોલીસે ગુનો નોધ્યો
  • વ્યસની પતિ પત્નીને પૈસા લાવવા તકરાર કરી મારઝૂડ કરતો હતો

પતિના ત્રાસથી કંટાળેલી વડનગરના ઊંઢાઈ ગામની પરિણીતાએ પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવતાં ચકચાર મચી હતી. પોલીસે ત્રાસ આપનાર પતિ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામે રહેતા મથુરભાઈ કાંતિભાઈ દેવીપુજકની નાની દીકરી દક્ષાનાં લગ્ન છ વર્ષ પૂર્વે વડનગર તાલુકાના ઊંઢાઈ ગામે રહેતા સંપતભાઈ દેવીપુજકના પુત્ર પ્રકાશ સાથે થયા હતા.

લગ્ન થયાના થોડોક સમય સુધી જમાઈ પ્રકાશભાઈએ તેમની દીકરીને સારી રીતે રાખતા હતા, પરંતુ તેમના લગ્ન જીવન દરમિયાન પ્રથમ સંતાનનો જન્મ થતાં વ્યસન કરતા અને કોઈ કામધંધો ન કરતા જમાઈ પ્રકાશકુમારે દક્ષાને તું કમાવા જતી નથી અને ઘરે પૈસા નથી લાવતીનું કહી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.

મજૂરી કરતી તેમને દીકરી દક્ષાને જમાઈ મારઝૂડ કરતા હોવાથી કંટાળેલી દક્ષાએ શુક્રવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હતું. પોતાની દીકરીના અપમૃત્યુ અંગે સાસરિયાંએ કરેલી જાણને પગલે ઊંઢાઈ પહોંચેલા મથુરભાઈ દેવીપુજકે વડનગર સિવિલ હોસ્પિટલમાં પોતાની દીકરીનું પીએમ કરાવી છેલ્લા ચાર વર્ષથી દીકરીને ત્રાસ આપનાર જમાઈ પ્રકાશ સંપતભાઈ દેવીપુજક સામે વડનગર પોલીસ મથકે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...