સૂચના:ચૂંટણીમાં સંકળાયેલ અધિકારીઓ સાથે ઓબ્ઝર્વરની મેરેથોન બેઠક

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા થતા ખર્ચ પર નજર રાખવા સૂચના

મહેસાણા જિલ્લામાં વિધાનસભા ચૂંટણીને લઇ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થઇ રહેલી ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા માટે અત્રે સરકીટ હાઉસમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ નોડલ અધિકારીઓ, સાતે બેઠકોના ચૂંટણી અધિકારીઓની હાજરીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ઉદિત અગ્રવાલે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા જનરલ ઓબ્ઝર્વરો, ખર્ચ નિરીક્ષકો તેમજ પોલીસ નિરીક્ષકો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પૂર્વેની ચાલી રહેલી કામગીરી અને તૈયારીની જાણકારી નિરીક્ષકોને આપી હતી.

પોસ્ટલ બેલેટ, દિવ્યાંગ મતદારો માટે ગોઠવાયેલી વ્યવસ્થા, ઈવીએમ સ્ટોરેજથી લઈ મત ગણતરી સુધીની વ્યવસ્થા, ચૂંટણી સ્ટાફને અપાયેલી તાલીમ અને થનાર તાલીમ, મતદાન બૂથ, પોલીસ બંદોબસ્ત, આચાર સંહિતાનો અમલ અને ફરિયાદ નિવારણ, મીડિયા મોનિટરિંગ અને સર્ટિફિકેશન કમિટીની કામગીરી, મતગણતરી સંદર્ભે તૈયારી, મતદાન જાગૃતિ માટે ચાલતા પ્રયાસો વગેરેની વિસ્તૃત જાણકારી અપાઇ હતી. ખર્ચ નિરીક્ષકોએ ઉમેદવારો તથા રાજકીય પક્ષો દ્વારા થતા ખર્ચ પર નજર રાખવા ગોઠવાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પોલીસ નિરીક્ષક જસબીરસિંઘે કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...