ફરાર આરોપી ઝડપાયો:વિજાપુરમાં વિદેશી દારૂના કેસમાં પાંચ વર્ષથી નાસતો ફરતો શખસ ખેડબ્રહ્માથી ઝડપાયો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમા ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલા આરોપીઓને શોધવા હાલના મહેસાણા એસઓજી ટીમે ખાસ ડ્રાઈવ યોજી .છે જેમાં વર્ષો જુના કેસ સોલ્વ કરવામાં એસઓજી ટીમ અલગ અલગ દિશાઓમાં જઇ ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપવા ગામડાઓ પણ ખુંદી રહી છે. ત્યારે આજે વિજાપુર પોલીસ મથકમાં પાંચ વર્ષ અગાઉ દારૂના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને બાતમી આધારે ખેડબ્રહ્મા ખાતેથી ઝડપી પાડ્યો હતો.

મહેસાણા એસઓજી ટીમે હ્યુમન સોર્સ આધારે અને ખાનગી બાતમીદારોના આધારે માહિતી મળી હતી કે, આરોપી રબારી લાલા ભાઈ ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં આવેલ રામદેવ હોટેલ નજીક તબેલામાં હાજર હોવાની જાણ થતા જ મહેસાણા એસઓજી ટીમ ત્યાં દોડી જઈ વર્કઆઉટ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. બાદમાં વધુ તપાસ માટે વિજાપુર પોલીસ ને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...