માંડ માંડ મામલો થાળે પડ્યો:મહેસાણા નગરપાલિકામાં વ્યવસાય વેરો ભરવા આવેલા શખ્સે અધિકારી સાથે તું તું મેં મેં કરી હોબાળો મચાવ્યો

મહેસાણા23 દિવસ પહેલા
  • શાખા અધિકારીએ મન મોટું રાખી અપશબ્દો બોલનારા અરજદારને જવા દીધો

મહેસાણા નગરપાલિકામાં વ્યવસાય વેરા શાખામાં પેઢીનું રજિસ્ટ્રેશન રદ કરવવા આવેલા વિષ્ણુ પટેલ નામના એજન્ટે શાખા અધિકારીને અપશબ્દો બોલતા ભારે હોબાળો મચી ગયો હતો. બાદમાં સ્ટાફ અને લોકોના ટોળા ભેગા થઈ જતા બાદમાં મામલો શાંત પડ્યો હતો. જોકે, શાખા અધિકારીએ પોતાનું મન મોટું રાખી અપશબ્દો બોલનારા અરજદારને જવા દીધો હતો.

મામલો થાળે પડ્યો
મહેસાણા નગરપાલિકાની વ્યવસાય વેરા શાખામાં વિષ્ણુ પટેલનો યુવક એક પેઢીનું રજિસ્ટ્રેશન રદ્દ કરાવવા આવ્યો હતો. ત્યારે શાખાના અધિકારી દેવેન્દ્ર નાયકે તેને બાકી વ્યવસાય વેરો ભરવો પડે તેમ જણાવતા જેમ ફાવે એમ બોલવા લાગ્યો હતો. શાખાના અધિકારી દેવેન્દ્ર નાયક સાથે બોલાચાલી કર્યા બાદ મહિલા કર્મચારીઓ અને અરજદારની હાજરીમાં અપશબ્દો બોલતા મામલો ઉગ્ર બન્યો હતો. બાદમાં અમુક અરજદાર થતા સ્ટાફના લોકો ભેગા થઈ જતા અપશબ્દો બોલવા મામલે વિષ્ણુ પટેલને જાહેરમાં ઉઘડો લઇ લીધો હતો. ત્યારે થોડીવાર માટે તંગદિલી પ્રસરી ગઈ હતી. જોકે, દેવેન્દ્ર નાયકે પોલીસ ફરિયાદ નોંધવાની ના પાડતા પરિસ્થિતિ થાળે પડી હતી.

અન્ય સમાચારો પણ છે...