ઊંઝા કોર્ટનો ચુકાદો:ઐઠોરમાં મારામારીના કેસમાં એક શખ્સને 2 વર્ષ કેદની સજા

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2016માં પૈસાની ઉઘરાણી માટે આવેલા શખ્સને ચાર શખ્સોએ મારમાર્યો હતો

ઊંઝા તાલુકાના ઐઠોરમાં વર્ષ 2016માં પૈસાની ઉઘરાણી માટે આવેલા શખ્સને માર મારવાના કેસમાં ઊંઝા કોર્ટે સચિન પરમાર નામના શખ્સને 2 વર્ષ કેદની સજા અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો વધુ 30 દિવસની સજા કરવાનો હુકમ કર્યો હતો.

ઐઠોરનો અલ્પેશ જેઠાભાઈ પરમાર તા. 8-7-2016ના રોજ ગામના સચિન બળવંતભાઈ પરમારના ઘરે કપચીના પૈસાની ઉઘરાણી કરવા ગયો હતો. પૈસા માગતા ન હોવા છતાં અમારા ઘરે કેમ પૈસાની ઉઘરાણીએ આવ્યો છે તેમ કહીને સચિન પરમાર, મનોજ પરમાર, મહેન્દ્ર પરમાર અને પ્રવિણ પરમારે લાકડી, કુહાડી વડે અને ગડદાપાટુનો માર માર્યો હતો.

ઊંઝા પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. આ કેસ ઊંઝાની એડિશનલ ચીફ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ એચ.જે.ઠાકરે સરકારી વકીલ વિજયભાઈ બારોટની દલીલોને ગ્રાહ્ય રાખી સચિન બળવંતભાઈ પરમારને 2 વર્ષ કેદ અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો વધુ 30 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટના ચુકાદાથી કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...