કાર્યવાહી:મોટપ ચોકડી પાસેથી 3.30 લાખના એલઇડી ટેપ સાથે શખ્સ ઝડપાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીએ શંખેશ્વરના દાતીસણાના શખ્સને ઝડપી 22 નંગ ટેપ જપ્ત કર્યા

મહેસાણા-મોઢેરા રોડ ઉપર મોટપ ચોકડી પાસેથી એસઓજી પોલીસે રૂપિયા 3.30 લાખની કિંમતના 22 નંગ વાહનોમાં ઉપયોગમાં લેવાતા એલઈડી ટેપ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. શંખેશ્વર તાલુકાના દાતીસણા ગામના શખ્સ પાસેથી કાર સહિત કુલ રૂપિયા 4.30 લાખનો મુદ્દામાલ કબજે લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે.

એસઓજી પીઆઈ બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.યુ.રોઝ તેમજ સ્ટાફના માણસોએ બાતમીના આધારે મોટપ ચોકડી પાસે જીજે-01 એચજે-3997 નંબરની વેગન આર કારને ઉભી રખાવીને ચેક કરતાં તેમાંથી વાહનોમાં ઉપયોગમાં લેવાતા ટચ સ્ક્રિન એલઈડી ટેપ નંગ-22 મળી આવ્યા હતા. ટેપ અંગે કારચાલક પુરાવા નહી આપી શકતાં એસઓજીએ રૂપિયા 3.30 લાખની કિંમતના 22 નંગ ટેપ જપ્ત કર્યા હતા. શખ્સનું નામ પૂછતાં તે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના દાતીસણા ગામનો ટીનાજી જગુજી વસુજી ઠાકોર હોવાનુ જણાવતાં પોલીસે ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...