વિદેશી દારૂનું વેચાણ:જોટાણામાં અવાવરું મકાનમાં વિદેશી દારૂ રાખી વેપાર કરતો શખ્સ ઝડપાયો, 1.65 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાંથલ પોલીસે બાતમી આધારે હોળીના તહેવાર ટાણે જોટાણા મા અવાવરું મકાનમાં વિદેશી દારૂ રાખી વેપાર કરતા શખ્સ ને ઝડપયો છે.આ કેસમાં પોલીસે એક શખ્સ ને ઝડપી કુલ 1.65 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

સાંથલ પોલીસ મથકનો સ્ટાફ જોટાણા પંથકમાં હોળી ના તહેવાર પગલે પેટ્રોલીગ પર હતો એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રામપુરા નો ઝાલા નંદુભા ઇન્દુભા વિદેશી દારૂ બહારથી મંગાવી દારૂનો જથ્થો જોટાણા ખાતે આવેલા દરબાર વાસમાં રહેતા ઝાલા રણજીત સિંહ રાજુભાના બંધ મકાનમાં રાખી વેપાર કરે છે.બાતમી મળતા સાંથલ પોલીસે રેડ મારી જેમાં મકાન માંથી બજાણીયા સંજય કુમાર નામનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે મકાનમાંથી વિદેશી દારૂની કુલ 1329 બોટલ કિંમત 1,65,900 નો મુદ્દામાલ ઝડપી ઝાલા નંદુભા ઇન્દુભા વિરુદ્ધ તેમજ બજાણીયા સંજય કુમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...