નશાનો વેપાર:કટોસણના તેજપુરા ગામની સીમમાંથી વિદેશી દારૂનો વેપાર કરતો શખ્સ ઝડપયો

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં વિધાનસભા ચૂંટણીને લઈ પોલીસ એક્શન મોડમાં આવી છે જેણે લઈ પોલીસે સ્થાનિક વિસ્તારમાં તપાસ શરૂ કરી છે જેને લઇ સાથલ પોલીસે કટોસણ નજીક આવેલા તેજપુરા ગામની સીમમાંથી વિદેશી દારૂ નો વેપાર કરતો ઈસમ રંગે હાથ ઝડપયો હતો.

જોટાણા નજીક આવેલા કટોસણ ગામ પાસે તેજપુરા ગામની સીમમાં ખેતરોમાં ઝાલા પ્રકાશ સિંહ ઉર્ફ પકો પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો બહારથી લાવી ને વેપાર કરતો હોવાની જાણ થતાં સાથલ પોલીસ મથકમાં પી.એસ.આઈ એ.કે.વાઘેલાની ટીમે બાતમી વાળી જગ્યા પર દરોડો પાડી વિદેશી દારૂની 168 બોટલ કિંમત 25 હજાર 680 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો જ્યાં રેડ દરમિયાન ઝાલા ચંદ્ર સિંહ ઉર્ફ જાડીયો ઝડપાઇ ગયો હતો ત્યારે ઝાલા પ્રકાશ સિંહ ને ઝડપવા પોલીસે તજવીજ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...