ધરપકડ:મહેસાણામાં સાહિલ ટાઉનશીપ-2માં ક્રિકેટ સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LCBએ ~ 43,220નો મુદ્દામાલ કબજે કર્યો

મહેસાણા શહેરના શોભાસણ રોડ ઉપર સાહિલ ટાઉનશીપ-2માં મકાનમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો. એલસીબી પીઆઈ એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી.ઝાલા તેમજ સ્ટાફના માણસો કચેરી ઉપર હાજર હતા.

તે દરમિયાન નરેન્દ્રસિંહ અને હર્ષદસિંહને મળેલી બાતમીના આધારે શોભાસણ રોડ ઉપર સાહિલ ટાઉનશીપ-2ના રહેણાંક મકાનમાં યુએઈ ખાતે આઈપીએલ ટી-20ની દિલ્હી ડેરડેવીલ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા મોઈન યુનુસખાન સીપાઈને ઝડપી લીધો હતો. મોઈન પાસેથી રૂ.12,020 રોકડ, રૂ.10,500 ની કિંમતના 2 મોબાઈલ, રૂ.20,700ની કિંમતનુ ટીવી અને સેટઅપ બોક્ષ અને સાહિત્ય મળી કુલ 43,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...