નશા ની ખેતી:ઉનાવા ગામની સીમમાં ગાંજાનું વાવેતર કરી વેપાર કરનારો શખ્સ ઝડપાયો

મહેસાણા16 દિવસ પહેલા
  • મહેસાણા એસઓજી ટીમે કુલ રૂા. 50 હજાર 304નો મુદ્દામાલ જપ્ત કર્યો
  • પોલીસે એકને ઝડપી બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મહેસાણા જિલ્લાના ઉનાવા ગામની સીમમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કર્યા બાદ ઓરડીમાં ગાંજો રાખી વેપાર કરતો હોવાની બાતમી મળતા મહેસાણા એસઓજી પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. મહેસાણા જિલ્લાના ઉનાવા ગામની સીમમાં પટેલ પ્રવીણ ભગવાનદાસ નામનો વ્યક્તિ પોતાના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરતો હતો અને ખેતરમાં આવેલી એક ઓરડીમાં ગાંજો રાખીને વેપાર કરતો હતો. આ સમગ્ર મામલે મહેસાણા એસઓજી ટીમને આ ગેરકાયદેસર પ્રવૃતિ અંગે બાતમી મળી હતી.

મહેસાણા એસઓજી ટીમના પીએસઆઇ વી.એન.રાઠોડને જાણ થતાં તેમણે પોતાની ટીમ સાથે ઉનાવા ગામની સીમમાં રેડ મારી હતી. રેડ દરમિયાન એક આરોપી ઝડપાયો હતો. પોલીસે તપાસ દરમિયાન લીલા ગાંજાના છોડ તેમજ ભાંગની લીલાશ પડતી સૂકી પત્તિ મળી કુલ રૂા. 50 હજાર 304નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, તેમજ ગાંજાનું બિયારણ આપનાર ફકીર મુનાફ સામે પણ ગુનો નોંધાયો હતો. આમ મહેસાણા એસઓજી ટીમે નશાની ખેતી કરી વેપાર કરનારા એકને ઝડપી બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...