દારૂ જપ્ત:મરતોલી પાસે કારમાં દારૂની ખેપ મારતો શખ્સ ઝડપાયો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેડુવા હુનુમંતનો શખ્સ પાસેથી 37 બોટલ દારૂ મળ્યો

જોટાણા તાલુકાના મરતોલી તળાવની પાળ પાસે રેડ કરી કારમાં દારૂ વેચતાં હેડુવા હનુમંતનો વિષ્ણુસિંહ કરમસિંહ ઠાકોર પકડાયો હતો. જ્યારે મહેસાણા ટી.બી રોડનો કનુજી વિહાજી ઠાકોર સ્થળ ઉપર હાજર ન હોઈ બંન્ને સામે સાંથલ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાઈ છે.

સાંથલ પોલીસ સ્ટેશનના કોન્સટેબલ મનીષકુમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમીના પગલે મરતોલી તળાવની પાળ પાસે રોડ ઉપર સફેદ કલરની કાર (જીજે01કેબી1626)ને કોર્ડન કરી તપાસ કરતાં હેડુવા હનુમંતનો વિષ્ણુસિંહ ઠાકોર મળી આવ્યો હતો. કારની ડેકીમાં તપાસ કરતાં દારૂની બોટલો મળી આવી હતી. જેમાં દારૂની 79 બોટલ કિ.રૂ. 14040, મોબાઇલ રૂ. 1000, કાર રૂ. એક લાખ મળીને કુલ 115040ના મુદ્દામાલ કબજે લઈ બંન્ને શખ્સો સામે સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...