તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અમદાવાદની યુવતીને બ્લેકમેઇલ કરતો કાલરીનો શખ્સ ઝડપાયો

મહેસાણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોર્ફ કરેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો

અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતી યુવતીને ફેક આઇડીથી સોશિયલ મિડિયાની મદદથી બિભસ્ત માગણી કરતાં યુવકને સાયબર ક્રાઇમની ટીમે બહુચરાજીના કાલરી ગામેથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો લબરમુછીયો સ્મિત પટેલ યુવતી અને તેના પિતરાઇ બહેનના મોર્ફ કરેલા બિભસ્ત ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો.

કૃષ્ણનગરમાં રહેતી યુવતીના ઇસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર 3 અલગ-અલગ યુવતીઓના નામે ફેક એકાઉન્ટ દ્વારા એક શખ્સ શારીરીક માગણીઓ કરતો હતો. યુવતીએ આ બાબતનો ઇન્કાર કરતાં ખરાબ મનોવૃત્તિ ધરાવતાં લબરમુછીયાએ યુવતી અને તેની ફોઇની દીકરીના ફોટાને મોર્ફ કરી ફાયરલ કરવાની ધમકી આપતો હતો.

આ મામલે યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમના પીઆઇ એસ.આર.મુછાળ સહિતની ટીમે ટેકનોલોજીના આધારે બુધવારે કાલરી ગામથી 19 વર્ષિય સ્મિત ઉર્ફે લાલો અતુલભાઇ પટેલ(રહે.રાજેશ્વર સોસાયટી, કાલરી)ને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો