તપાસ:વિજાપુરમાંથી કિશોરીને શખ્સ ભગાડી જતાં ચકચાર

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સગીરાના પિતાએ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વિજાપુર શહેરમાંથી 17 વર્ષિય કિશોરીને અજાણ્યો શખ્સ ભગાડી ગયો છે. 6 દિવસ અગાઉ ગુમ થયેલી કિશોરીની શોધખોળ કરવા છતાં નહી મળતા પિતાએ આપેલી ફરિયાદના આધારે વિજાપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. વિજાપુર શહેરના એક વિસ્તારમાંથી તા. 13-11-2021 ના રોજ 10-30 વાગ્યા પછી 17 વર્ષિય કિશોરીને અજાણ્યો શખ્સ ભગાડીને લઈ ગયો છે.

સગીરાના પિતાએ સગાં સંબંધીઓ અને આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ કરી હતી. પરંતુ, દિકરી નહી મળતા છેવટે વિજાપુર પોલીસને જાણ કરી હતી. સમાજમાં નામ ખરાબ થવાના ડરથી પિતા ફરથયાદ કરવા આવતા નહોતા. વિજાપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધીને મોબાઈલની કોલ ડીટેઈલના આધારે સગીરા તેમજ આરોપીને શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...