સટ્ટો:અંબાસણમાંથી ટી-20 મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમાડતો શખ્સ ઝબ્બે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

લાંઘણજ પોલીસે બાતમીના આધારે અંબાસણના દૂધિયાપરામાં મોબાઈલમાં ક્રીકબઝ નામની એપ્લીકેશનમાં જોઈને આઈસીસી ટી-20 વર્લ્ડ કપની ભારત ન્યુઝીલેન્ડની મેચ દરમિયાન ક્રિકેટ સટ્ટો રમાડતા લાલજી ભલાજી ઠાકોર નામના શખ્સને ઝડપી લીધો હતો.

લાંઘણજ પોલીસે રૂપિયા 8 હજારનો મોબાઈલ, કોડવર્ડ ભાષામાં ક્રિકેટ સટ્ટાના ભાવો લખેલો ચોપડો કબજે લઈ લાલજી ઠાકોર સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...