તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો ત્રાટક્યા:મહેસાણામાં વહેલી સવારે લાખવડી ભાગોળ પાસેથી લોડિંગ રીક્ષાની ચોરી થઇ

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારે 8 વાગ્યે અજાણ્યા ઈસમો રીક્ષા ઉઠાવી ગયા

મહેસાણામાં તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે શહેરમાં ચોરીની ઘટનાઓ સામાન્ય બની હોય એમ લાગી રહ્યું છે. શહેરમાં ધોળા દિવસે પણ તસ્કરો વાહનો ચોરી કરવામાં પાછી પાની કરી રહ્યાં નથી. તેમજ ચોરોને પોલીસથી પણ હવે કોઈ પ્રકારનો ડર ના હોય એવું લાગી રહ્યું છે. જેમાં મહેસાણામાં વહેલી સવારે લાખવડી ભાગોળ પાસેથી લોડિંગ રીક્ષાની ચોરી થઇ છે.

લાખવડી ભાગોળ જૂની પોલીસ લાઈન પાસે પાર્ક કરેલી રીક્ષા ચોરાઇ

મહેસાણા શહેરમાં લાખવડી ભાગોળ જૂની પોલીસ લાઈન પાસે પાર્ક કરેલી રીક્ષા વહેલી સવારે આઠ વાગ્યે ચોરી થયાની ફરિયાદ મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં લાખવડી ભાગોળ પાસે રહેતા રિયાઝ યુસુફ ભાઈ ઇબ્રાહીમભાઈ પોતાની રીક્ષા વહેલી સવારે પાંચ વાગ્યે વર્ધિ લઈને કુક્સ ગયા હતા. ત્યારબાદ ઘરે આવીને પોતાની રીક્ષા જૂની પોલીસ લાઈન પાસે પાર્ક કરી તેઓ બાજુમાં રહેતા એક પાડોશીને ગાડીમાં માટલા ભરાવવામાં મદદ કરી રહ્યાં હતા. એ દરમિયાન પાડોશીની ગાડીનું ટાયર પંચર હોવાથી રીક્ષા ચાલક પોતાની રીક્ષામાં જેક લેવા ગયા ત્યારે રીક્ષા નજરે ના પડતા આજુબાજુ વિસ્તારમાં રીક્ષાની શોધખોળ કરી હતી. જેથી રીક્ષાની કોઈ ભાળ ના મળતા આખરે મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકમાં રીક્ષા ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...