તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:મહેસાણા સિવિલમાં વેક્સિને લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 58 હજારથી વધુ લોકોનું રસીકરણ કરાયું

મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા. કોરોનાથી બચવા વેકસીન જ એક ઉપાય હોવાના કારણે હવે લોકો વેકસીન લેવા માટે જાગૃત બન્યા છે. ત્યારે આજે મહેસાણા સિવિલમાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે, જ્યાં વહેલી સવાર થી મોટી સંખ્યા માં લોકો વેકસીન લેવા આવી રહ્યા છે. આજે ભીડ થતા સોશિયલ ડીસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

મહેસાણા જિલ્લામાં રસીકરણની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં 58204 લોકોને રસીકરણ કરવામાં આવેલ છે, ત્યારે મહેસાણા શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં આજે 200 ડોઝ સામે વધુ સંખ્યામાં લોકો વેકસીન લેવા પહોંચ્યા હતા. સિવિલમાં એક લોબીમાં બે લાઈનો કરવામાં આવી હતી જેમાં 18થી વધુ અને 45 થી વધુ ઉમરના લોકોની અલગ અલગ લાઈનો કરાઈ હતી.

એક સેન્ટર પર દરરોજ 200 લોકોને વેક્સિન અપાતી હોય છે. પરંતુ, આજે સિવિલમાં મોટી સંખ્યામાં લોકો સવારે જ એકત્ર થઈ જતા સોશિયલ ડીસ્ટંસનો અભાવ સર્જાયો હતો. વહેલી સવારથી રસી લેવાની રાહ જોઈ લોકો લાઈનોમાં નીચે બેસવા મજબુર બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...