ભક્તોનું ઘોડાપૂર:ઊંઝામાં ભાદરવી પૂનમે ઉમિયા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમિયાધામ "જય માં ઉમિયા"ના નાદથી ગુંજી ઉઠ્યું

ઉંઝામાં આવેલ ઉમિયા માતાજીના મંદિરે ભાદરવી પૂનમના દિવસે હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરી ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા. ભાદરવી પૂનમે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ સંઘ લઈ પગપાળા ઉંઝા ઉમિયા માતાજીના મંદિરે આવે છે.

ઉમિયા માતાજીની ધજાઓ લઈને ભક્તો મંદિરના શિખર પર ચડાવે છે.શ્રદ્ધાળુઓ ડી.જે.ના તાલે ઉમિયામાતાજીના ચોકમાં ગરબે રમીને માતાજીની આરાધના કરી માતાજીને ધજા અર્પણ કરી હતી.ઉમિયામાતાજી ટ્રસ્ટ દ્વારા દર્શને આવતા શ્રધ્ધાળુઓને કોઈ પણ પ્રકારે અગવડના પડે તે માટેની વાહન પાર્કિંગની વ્યવસ્થાઓ ,શ્રધ્ધાળુઓ માટે ચા-પાણીની વ્યવસ્થા,જમવાની સગવડ,બહારગામથી આવેલા સંઘ માટે ઊતારાની તથા રહેવાની સગવડ ઉમિયામાતાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...