• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • A Laborer Who Was Going Home After Shopping For Diwali Died In A Car Accident, An Accident Occurred While Trying To Pick Up A Mobile Lying On The Road.

બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા:દિવાળીની ખરીદી કરી ઘરે જઇ રહેલા મજૂરનું ગાડીની ટક્કરે મોત, રોડ પર પડેલો મોબાઇલ લેવા જતાં સર્જાયો અકસ્માત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
  • મૃતક મિત્રના બાઈક પર ખરીદી કરી ઘરે જઇ રહ્યા હતા ​​​​​​​રોડ પર પડેલો મોબાઇલ લેવા જતાં બેફામ ગાડી ચાલકે મારી ટક્કર

મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અકસ્માતમાં ચાર જેટલા વ્યક્તિના મોત થતા દિવાળીના તહેવારોનો ખુશીનો માહોલ કેટલાક પરિવારો માટે શોકમાં ફેરવાયો છે. જેમાં વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં દિવાળીની ખરીદી કરીને ઘરે જઈ રહેલા એક મજૂરનું ગાડીની ટક્કર વાગતા મોત નીપજ્યું છે.

મૂળ બિહારના અને હાલ કલોલ ખાતે રહેતા 37 વર્ષીય ભરત ભાઈ શાહ, જે ફેબ્રિકેશનનું છૂટક કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જે દિવાળીના તહેવારો આવતા હોવાથી મિત્ર ગોપીકુમાર સિંહની સાથે બાઈક પર સવાર થઈ રાજપુર ગામે ખરીદી કરી અણખોલ ગામે પરત જઇ રહ્યા હતા. આ દરમિયાન મૃતક ભરત ભાઈનો મોબાઇલ રોડ પર પડી જતા તેઓ મોબાઇલ લેવા રોડ પર ગયા હતા, જ્યાં એક બેફામ ગાડી ચાલકે મૃતક ભરત ભાઈને ટક્કર મારી હતી.

અકસ્માતમાં ભરત ભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક 108 મારફતે નંદાસણ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી મૃતકના ત્રણ નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. જો કે સમગ્ર મામલે મૃતકના ભાઈએ નંદાસણ પોલીસ મથકમાં અજાણ્યા ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...