પતંગ ઉત્સવ:વિજાપુરની ફોરવર્ડ સ્કુલ ખાતે પતંગ ઉત્સવ ઉજવાયો, બાળકોને ચાઇનીઝ દોરીના નુકસાન અંગે માહિતી અપાઇ

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિજાપુર ધી ફોરવર્ડ સ્કુલ ખાતે શાળાના બાળકો દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી ના ભાગ રૂપે પતંગ ઉત્સવ ની ભવ્ય ઉજવણી શાળાના મેદાનમાં કરવામાં આવી હતી જેમાં આચાર્ય અમરતભાઈ પટેલ દ્વારા શાળાના બાળકોને ચાઇનીઝ દોરી પક્ષીઓ તેમજ માનવી માટે જોખમી છે તે મુજબનુ માર્ગદર્શન આપી ચાઇનીઝ દોરી નહી વાપરવા ના શપથ પણ લેવડાવ્યા હતા તેમજ બાળકોએ લાવેલ સાદી ફીરકી ઉપર શાળા માં પતંગ ચકાવી ને ઉત્સાહિત બન્યા હતા તેમજ કેટલાક બાળકો એ એકબીજા સાથે પેચ લડાવી ને ખુબ આનંદ લીધો હતો બાળકો ની સાથે શાળાના શિક્ષકો તેમજ શિક્ષિકા ઓ જોડાઈ ને બાળકો ને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતુ.

શાળાના શિક્ષિકા પુષ્પા બેને ઉત્તરાયણ પર્વ કેમ ઉજવીયે છીએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું જેમાં ઉત્તરાયણ પર્વ સાથે જોડાયેલ ધાર્મિક ભાવના અને મકરસંક્રાંતિ કોને કહેવાય તે અંગે બાળકો ને સમજ આપવામાં આવી હતી શાળામાં પતંગ ઉત્સવ ને લઈને બાળકો ખુબ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી જેમાં શાળાના ધોરણ એક થી આઠ ના તમામ બાળકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...