નિર્ણય:સૂર્યમંદિરનું મહત્વ સમજાવી શકે તે માટે ગાઇડ તૈયાર કરાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોઢેરા આસપાસના 5 થી10 કિમીના યુવાનો માટે તક
  • બહુચરાજીના મામલતદારને અરજી કરવાની રહેશે

મોઢેરા સૂર્યમંદિરની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને સૂર્યમંદિરનું મહત્વ, સ્થાપત્ય અને ઐતિહાસિક બાબતો યોગ્ય રીતે સમજાવી શકાય તે હેતુ સાથે બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તે માટે ગાઈડ માટે યુવા ટીમ તૈયાર કરાશે.

મામલતદાર વી.ઓ. પટેલની યાદી મુજબ, મોઢેરાની આજુબાજુના 5 થી 10 કિમીની ત્રિજ્યાના વિસ્તારના, ધોરણ-12 પાસ કે તેથી વધુ ભણેલા બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તે માટે ગાઈડની યુવા ટીમ તૈયાર કરવાની છે. રસ ધરાવતા, ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન ધરાવતા ઉમેદવારોએ 10 જૂન સુધીમાં જરૂરી આધાર પુરાવા સાથે સ્વહસ્તાક્ષરમાં સાદા કાગળમાં બાયોડેટા રૂપે અરજી મામલતદાર કચેરી, બહુચરાજી મળે તે રીતે મોકલી આપવા જણાવાયું છે. અરજી ઉપર માર્ગદર્શક (ગાઈડ)ની અરજી એમ સ્પષ્ટ લખવાનું રહેશે. અરજી ઉપર રૂ.3ની ટિકિટ સાથે શૈક્ષણિક લાયકાત, અનુભવ,રહેઠાણના પુરાવા પણ સામેલ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...