જીવલેણ અકસ્માત:ઉનાવાથી એક્ટિવા લઈ નોકરી જવા નીકળેલી યુવતીનું અકસ્માતમાં મોત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાજુમાંથી ટ્રક નીકળતા યુવતી ગભરાઇ જતા રોડ પર મરેલા ભૂંડ પર એક્ટિવા ચડાવી દીધી હતી
  • ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત

મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. એક્ટિવા પર સવાર થઈ નોકરી પર જતી યુવતીનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. બાજુમાં ટ્રક આવતા યુવતી ગભરાઈ ગઈ હતી અને રસ્તા પર મરેલા ભૂંડ ઉપર એક્ટિવા ચડી જતા યુવતી રોડ પર પટકાય હતી. જેથી ગંભીર ઈજાઓના કારણે તેનું મોત થયું હતું.
યુવતી તેના સગાનું એક્ટિવા લઈ નોકરી જવા નીકળી હતી
ઉનાવા ખાતે રહેતી 26 વર્ષીય પટેલ ચાર્મી છત્રાલ ખાતે આવેલી ટોરેન્ટ ફાર્મા કંપનીમાં નોકરી કરતી હતી. તેમજ ઉનાવા ખાતે મીરા દાતાર દરગાહનો ઉર્ષનો મેળો ચાલુ હોવાથી બસ ગામમાં આવતી ન હોવાથી ચાર્મી પટેલ તેના સગાનું એક્ટિવા લઇ નોકરી પર જવા નીકળી જતી.
રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી
આ દરમિયાન વહેલી સવારે 5 કલાકે એક્ટિવા પર સવાર થઈ નોકરી જતા સમયે ઉનાવાથી મહેસાણા જતા રોડ પર જાગીર હોટેલ નજીક પસાર થઈ રહી હતી, ત્યારે બાજુમાંથી ટ્રક નીકળતા યુવતી ગભરાઇ જતા રોડ પર મરેલા ભૂંડ પર એક્ટિવા ચડાવી દીધી હતી. જેથી યુવતી રોડ પર પટકાય હતી. જેને લઈ યુવતીને ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં સ્થાનિક લોકોએ 108 મારફતે યુવતીને સારવાર માટે ખસેડી હતી, જ્યાં યુવતીના પરિવારજનો આવી ગયા હતા ત્યારે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...