મહેસાણા નાગલપુર પાટિયા પાસે બુધવારે સવારે સાઇકલ લઈને શાળાએ જતી 11 વર્ષની કિશોરીને રોડ ક્રોસ કરતાં સમયે કારચાલક ટક્કર મારી નાસી છૂટ્યો હતો. ગંભીર ઈજાગ્રસ્ત બાળકીને બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડાતાં માથાના ભાગે બ્રેઇન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. નાગલપુર ગોકુલધામ સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ પ્રજાપતિની દીકરી ઋષ્વી પ્રજાપતિ બુધવારે સવારે ઘેરથી સાયકલ લઈ નાગલપુર પાટિયા પાસે આવેલી સક્સેસ સ્કૂલમાં અભ્યાસ અર્થે જવા નીકળી હતી.
ત્યારે પીકઅપ સ્ટેન્ડ નજીક રસ્તો ક્રોસ કરી રહી હતી, ત્યારે અમદાવાદ તરફ જતી કારના ચાલકે ઋષ્વીની સાઇકલને ટક્કર મારતાં તે ફંગોળાઈને રોડ પર પડી હતી. અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત ઋષ્વીને બેભાન હાલતમાં લાયન્સ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ડોક્ટરોએ તેણીને માથામાં બ્રેઇન હેમરેજ થઈ ગયું હોવાનું નિદાન કર્યું હતું. પોલીસે હીટ એન્ડ રનની ઘટના અંગે ફરિયાદ નોંધવા સાથે ફરાર વાહનચાલકની શોધખોળ આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.