મદદ:મહેસાણાના ગરીબ પરિવારની બાળકીનું વિનામૂલ્યે આંતરડાનું ઓપરેશન કરાયું

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ શારદાબેન પટેલે આરોગ્ય મંત્રીને જાણ કરતાં વ્યવસ્થા કરી

મહેસાણાની પુનિતનગર સોસાયટીની 4 વર્ષિય રૂહી ઠાકોરના આંતરડાના ઓપરેશન માટે મહેસાણાનાં સાંસદ શારદાબેન પટેલે આરોગ્ય મંત્રીને જાણ કરતાં સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ હતી. મહેસાણાની પુનિતનગર સોસાયટીમાં કોમલબેન ઠાકોરની 4 વર્ષની દીકરી રૂહીને જન્મથી પેટની તકલીફ રહેતાં ડોક્ટરે આંતરડાનું ઓપરેશન કરાવવા સલાહ આપી હતી. પૂર્વ કોર્પોરેટર ભાવનાબેન ગોરે મા કાર્ડ કઢાવી આપી બાળકીના બે ઓપરેશન કરાવવામાં મદદ કરી હતી.

ઓપરેશન પછી આંતરડાનો થોડો ભાગ પેટની બહાર રહી જતાં બીજું ઓપરેશન કરવું જરૂરી હતું. પરંતુ યોગ્ય સારવાર નહીં મળતા પૂર્વ કોર્પોરેટર ભાવનાબેન ગોરને જાણ કરી હતી. તેમણે સાંસદ શારદાબેન પટેલને વાત કરતાં તેમણે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને જાણ કરી હતી. આરોગ્ય મંત્રીએ ટેલિફોનિક વાત કરી તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરી આપી હતી. પૂર્વ કોર્પોરેટર, સાંસદ અને આરોગ્ય મંત્રીના પ્રયાસથી રૂહી ઠાકોરનું સફળતાપૂર્વક ઓપરેશન થતાં પરિવારે આનંદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...