રાસ રમઝટ:મહેસાણામાં સાતમા નોરતે શેરી મહોલ્લામાં ખેલૈયાઓનો જમાવડો

મહેસાણા13 દિવસ પહેલા
  • ઠેર ઠેર યુવાધન હિલોળે ચડ્યું

મહેસાણા જિલ્લામાં અનેક સ્થળે નવરાત્રિ યોજાઈ રહી છે. કોરોનાકાળ દરમિયાન નવરાત્રિ મહોત્સવ પર રોક લગાવી દેવામાં આવી હતી જેના કારણે ગત વર્ષ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું નહોતું. જોકે, ચાલુ સાલ દરમિયાન કોરોના ગાઈડલાઈન સાથે નવરાત્રિ પર છુટછાટ આપવામાં આવી છે. જેમાં આજે સાતમા નોરતે મહેસાણામાં મોટી સંખ્યાં ખાલૈયા ગરબે ઘૂમ્યા હતા.

મહેસાણા શહેર આરુષ આઇકોન, અક્ષરધામ સોસાયટી, રાજધાની ટાઉનશિપ વગેરે સ્થળે નવરાત્રિ માહોલ જામ્યો છે. નવરાત્રિ સ્માપ્ત થવના માત્ર બે જ દિવસ બાકી છે, તો બીજી બાજુ મોટી સનખ્યાંમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે. અલગ અલગ વેશ ધારણ કરી યુવાધન હાલમાં ઠેરઠેર પોતાના મિત્રો અને પરિવાર સાથે ગરબા ગાતા જોવા મળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...