રંગ-બેરંગી વેશભૂષામાં રંગ જામ્યો:વિજાપુરની ધી ફોરવર્ડ હાઇસ્કૂલમાં ગરબાનો કાર્યક્રમ યોજાયો, શિક્ષકો સાથે વિદ્યાર્થીઓએ જમાવટ કરી

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિજાપુર ધી ફોરવર્ડ હાઇસ્કુલ પ્રાથમિક વિભાગ દ્વારા શાળામાં ગરબાના કાર્યક્રમનું આયોજન કરી ભારતીય સંસ્કૃતિના ગરબાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ગરબાની શરૂઆત કરતા પહેલા માતાજી શક્તિ સ્વરૂપ જગદંબાની આરતી કરી ભારતીય સંસ્કૃતિ રજૂ કરતા ગરબાની રમઝટ બોલાવી હતી. શાળાના શિક્ષકો તેમજ શિક્ષિકાઓએ પણ વિદ્યાર્થીઓ સાથે ગરબા રમીને ઉત્સાહ વધાર્યો હતો.

રંગ-બેરંગી વેશભૂષામાં આવી વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો
શાળાના આચાર્ય અમરત પટેલે જણાવ્યું હતુ કે, શાળાના વિદ્યાર્થીઓમાં ધાર્મિક રુચિ વધે તેમજ વર્તમાનમાં ડીજે તાલે ચાલતા ગરબા અને શેરી ગરબા વચ્ચેના ફરક સમજાવ્યો હતો. તેમજ બાળકોને ભારતીય સંસ્કૃતિ શું છે. તેની હકીકતથી વાકેફ કરી ગરબા પાછળનો મહિમા સમજાવ્યો હતો. નવરાત્રિ પર્વ કેમ ઉજવવામાં આવે છે, તેનો ધાર્મિક મહીમાનું પણ માર્ગદર્શન આપ્યું હતું. શાળાના બાળકો રંગ-બેરંગી વેશ ભૂષામાં આવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...