છેતરપિંડી:ગણપત યુનિવર્સિટીના પ્રોફેસરે ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ લેવા જતાં 2.40 લાખ ગુમાવ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગણપત યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગણપત યુનિવર્સિટી - ફાઇલ તસવીર
  • સારું રિટર્ન મળવાની લાલચ આપી પૈસા ટ્રાન્સફર કરાવી છેતર્યા
  • મોબીક્વીક એપ દ્વારા યુપીઆઈથી ટુકડે-ટુકડે નાણાં જમા કરાવ્યા

ગણપત યુનિવર્સિટી ખેરવાના ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસરે ઓનલાઈન પાર્ટટાઈમ જોબ મેળવવાની લાલચમાં રૂ. 2.40 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. malltask88.com નામની વેબસાઈટ પર વધારે રિટર્ન મેળવવાની લાલચમાં યુપીઆઈથી પૈસા ટ્રાન્સફર કર્યા બાદ રિફંડ નહીં મળતાં છેતરાયાનો અહેસાસ થતાં પ્રોફેસરે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ પોરબંદરના હાર્દિક પ્રફુલભાઈ મોઢા (બ્રાહ્મણ) અઢી વર્ષથી ગણપત યુનિવર્સિટીના ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ વિભાગમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. તેમને ગત 14 ઓક્ટોબરના રોજ વોટ્સએપ ઉપર આવેલા મેસેજથી ઓનલાઈન પાર્ટટાઈમ જોબ મેળવવા malltask88.com વેબસાઈટ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રજિસ્ટ્રેશન બાદ સારું રિટર્ન મેળવવાની લાલચમાં મહેસાણા અર્બન કો-ઓ બેન્ક અને એસબીઆઈના એકાઉન્ટ દ્વારા યુપીઆઈથી ટુકડે-ટુકડે રૂ.2.40 લાખ ટ્રાન્સફર કર્યા હતા. પૈસા ટ્રાન્સફર કર્યા બાદ રિટર્ન નહીં આવતાં છેતરાયાનો અહેસાસ થયો હતો.

એસબીઆઈમાં તપાસ કરતાં આઈસીઆઈસીઆઈ બેન્કના બે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયાનું જાણવા મળ્યું હતું. આથી હાર્દિક મોઢાએ પોતાના સાથે થયેલી છેતરપિંડી મામલે જાણ કરતાં બે માસ બાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં રૂ.2.40 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેરાલુના ચૂંટણી લડ્યા હતા. જેમાં ગોવિંદભાઇ ગણેશભાઇ પ્રજાપતિને 404 તેમજ ઘેમરભાઇ કાનજીભાઇ ચૌધરીને 609 મત મળતાં ચૂંટણી અધિકારીએ ઘેમરભાઇને સરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા હતા. રહેશે તો ગાંધી ચીંધ્યા માર્ગે લડત કરવાની ચીમકી આપી હતી.