તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:વસઇ પોલીસ સ્ટેશન દ્વારા વસઇ ખાતે આવેલા શ્રી રામ ફાઉન્ડેશન (ઘરડા ઘર)માં આત્મીય કાર્યક્રમ યોજાયો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે વૃદ્ધો ની મુલાકાત કરી અપનાપનનો એહસાસ અપાવ્યો

આજના આધુનિક યુગમાં માણસ માણસની જેટલો નજીક આવી રહ્યો છે એટલા જ પરિવારો તૂટી રહ્યા છે અને ઘરના મોભી અને ઘરની શોભા સમાન વૃદ્ધ વડીલો માટે દીકરાના ઘર એવા ઘરડા ઘરમાં જવું પડે છે ત્યારે વૃદ્ધાશ્રમમાં રહેલા પ્રબુદ્ધ નાગરિકોને હૂંફ,સ્નેહ અને પ્રેમ મળે તેવા હેતુથી ગુજરાત પોલીસ દ્વારા નમન આદર સાથે અપનાપન કાર્યક્રમ હેઠળ વસઇ પોલીસ દ્વારા યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વૃદ્ધ નાગરિકો સાથે અપનાપનનો અહેસાસ થાય અને તેઓને પ્રેમ,સ્નેહ અને હૂંફ મળી રહે તે અંતર્ગત વસાઈ ખાતે આવેલ શ્રી રામ ફાઉન્ડેશન (ઘરડા ઘર)ની વસાઈ પોલીસ સ્ટાફ સાથે રૂબરૂ મુલાકાત લઈ તેઓની સાથે પરિવારની જેમ સમય વિતાવ્યો હતો અને અપનાપાનનો અહેસાસ કરાવ્યો હતો.

રોજિંદી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટ આપવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત વસઈ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એન.રાઠોડ દ્વારા રોજીંદી જીવન જરૂરી ચીજવસ્તુઓ ની એક એક કીટ દરેકને આપવામા આવી હતી.આ કિટમાં ટૂથપેસ્ટ, ટૂથ બ્રશ,ઉલિયુ, હેર ઓઇલ,નાવાનો સાબુ,કપડાં ધોવાનો સાબુ,વિક્સની ડબ્બી, મુવ ટ્યુબ ,ઓડોમોસ ટયુબ, નેપકીન રૂમાલ, 5 જેટલા માસ્ક તેમજ બોલપેન સહિતની જુદી જુદી ચીજ વસ્તુ આપમાવા આવી હતી,સાથોસાથ ચા-નાસ્તાનું આયોજન પણ પોલીસ તરફ થી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના કારણે વૃદ્ધાશ્રમમાં અપનાપાન ના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસના આવા પગલાંની લોકોએ તેમજ વૃદ્ધાશ્રમે પ્રસંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...