તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જોટાણાના કટોસણની સીમમાં ખરાબામાં સંતાડેલો 1.08 લાખનો વિદેશી ઝડપાયો

જોટાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરસોડાથી રામપુરા તરફ છુપાવ્યો હતો, ફરાર કટોસણના બે સામે ગુનો

જોટાણા તાલુકાના કટોસણ ગામની સીમના અવાવરૂ ખરાબામાંથી મહેસાણા એલસીબી પોલીસે રૂ.1.08 લાખની કિંમતની 832 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. આ મામલે કટોસણના બે શખ્સો વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

એલસીબી પીઆઈ એ.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.કે. વાઘેલા અને ટીમ કચેરીમાં હતી, ત્યારે નરેન્દ્રસિંહ અને રશ્મેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, કટોસણ (લક્ષ્મીપુરા) ગામનો દાદુજી ડાહ્યાજી ઠાકોર અને કટોસણનો અજીત ભીખુભા ઝાલા નામના શખ્સો મળતીયા માણસો સાથે મળીને કટોસણ ગામની સીમમાં નર્મદા મેઈન કેનાલના વિરસોડાથી રામપુરા પુલીયા તરફ જતા એપ્રોચ રોડ ઉપર નવીન રેલ્વે ગરનાળા પાસે અવાવરૂ ખરાબામાં વિદેશી દારૂની પેટીઓ સંતાડેલી છે.

આ બાતમીના આધારે એલસીબીની ટીમે તપાસ કરતાં રૂ.1,08,824ની વિદેશી દારૂની 832 બોટલો મળી આવી હતી. આથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બંને શખ્સો સામે સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...