ગેસ લાઈનમાં આગ:મહેસાણાના રાધનપુર રોડ પર પેટ્રોલ પંપ નજીક આગનો બનાવ બનવા અફરાતફરી, ફાયરબ્રિગેડે આગ કાબૂમાં લીધી

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં આજે રાધનપુર રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ નજીકથી પસાર થતી સાબરમતી ગેસની લાઈનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. રસ્તા પર આગની જ્વાળાઓ નીકળવા લાગતા થોડીવાર માટે વાહનવ્યવહાર બંધ થયો હતો. તાત્કાલીક ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર એક ખાનગી પેટ્રોલ પંપ આવેલો છે. અહીંથી પસાર થતી સાબરમતી ગેસની લાઈનમાં આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. જે જગ્યા પર આગ લાગી ત્યાં નજીકમાં જ પેટ્રોલ પંપ હોવાના કારણે અફરાતફરી મચી હતી. થોડીવાર માટે તો રસ્તા પરનો વાહનવ્યવહાર પણ થંભી ગયો હતો.ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...