બર્નિગ કાર:મહેસાણાના વિસનગરમાં રસ્તા પાસે પાર્ક કરેલી ગાડીમાં આગ લાગતા ભાગદોડ મચી, ગાડી બળીને ખાખ

મહેસાણા5 મહિનો પહેલા
  • સીએનજીના બાટલામાં ગેસના ઘર્ષણને કારણે આગ લાગી હોવાનું અનુમાન

મહેસાણા જિલ્લાના વિસનગરમાં આજે સવારે એક પાર્ક કરેલી ગાડીમાં એકાએક આગ લાગી હતી. જેને લઈ આસપાસમાં લોકોમાં ભાગદોડ મચી હતી. જોતજોતામાં આગ ગાડીની ચારે તરફ ફળી વળતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, આગને કારણે કોઈ પ્રકારની જાનહાનિ ના થઈ હોવાની વિગતો મળી રહી છે.

વિસનગરમાં સવારે 10 કલાકે કાંસા ચાર રસ્તા પાસે આવેલા ડોક્ટર હાઉસની બાજુના કોમ્પ્લેક્સ સામે પાર્ક કરેલી મારુતિ વેગેનાર ગાડીમાં અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ મચી હતી. જોકે, સદનસીબે આ આગમાં કોઈ જાન હાનિ થઈ ન હતી. ગાડીમાં લાગેલી આગ ચારે બાજુ ફરી વળતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. લોકોએ આ આગની ઘટનાની જાણ ફાયર ફાઈટરને કરતા પાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ આગની ઘટનાને લઈ મળતી માહિતી પ્રમાણે ગાડીમાં સીએનજીના બાટલામાં ગેસના ઘર્ષણને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યાં ફાયર બ્રિગેડ આવે એની પહેલા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...