તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ:મહેસાણાના સિદ્ધપુરી બજારમાં પૂજાપાની દુકાનમાં આગ લાગતા દુકાનમાં રહેલો તમામ માલ બળીને ખાખ થયો

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

મહેસાણા માં વહેલી સવારે આગ ની ઘટના સામે આવી હતી જેમાં એક દુકાન એકાએક આગ આગ તા ધુમાડા ના ગોટ ગોટા ઉડતા નજરે પડ્યા હતા ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી જતા આગ ને કાબુમાં લેવામા આવી હતી.

મહેસાણા શહેરના મુખ્ય બજાર ગણાતા એવા સિદ્ધપુરી બજાર માં વહેલી સવારે 9 વાગ્યા ના આસપાસ એક પૂજાપા ની દુકાનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી દુકાન માંથી ધુમાડા બહાર આવતા લોકો પણ ચોકી ઉઠ્યા હતા ત્યારબાદ એકાએકા દુકાન માંથી આગ ની જ્વાળાઓ બહાર નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

સિદ્ધપુરી બજારમાં આવેલી ધીરાજભાઈ મોદીની પૂજાપાની દુકાનમાં એકાએક શોર્ટ સર્કિટ થતા સવારે દુકાનની અંદર આગ લાગી હતી ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મહેસાણા ફાયર ફાઇટર ની ટીમ આગ બુઝાવવા માટે સિદ્ધપુરી બજાર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ લાગવાના કારણે આજુબાજુ માં આવેલી દુકાનો માં પણ ભય નો માહોલ સર્જાયો હતો જેમાં આગ લાગવાથી સિદ્ધપુરી બજાર માં લોકો ના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા તેમજ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...