બર્નિંગ કાર:મહેસાણાના ગોપીનાળા પાસે પાર્ક કરેલી કારમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી, આગ પર કાબૂ મેળવાયો

મહેસાણા15 દિવસ પહેલા
ગાડી માં લાગી આગ
  • આગ લાગ્યા બાદ ગેસ પણ લીકેજ છતા લોકોના જીવ અધ્ધર થયા

મહેસાણા શહેરના ગોપીનાળા વિસ્તારમાં બ્લડ બેંક પાસે પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. ગાડીમાં આગ લાગ્યા બાદ ગેસ પણ લીકેજ થતા લોકોના જીવ અધ્ધર થયા હતા. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

મહેસાણા શહેરમાં આજે 12 કલાકે ગોપીનાળા બહાર આવેલ બ્લડ બેન્કના પાસે એક GJ18 A 1769 નંબરની એસ્ટીમ ગાડી પાર્ક કરેલી હતી. જોકે ગાડીમાં એકાએક આગ ભભૂકતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ગાડીમાં આગ લાગ્યા બાદ ગેસ લીકેજ થતા આસપાસ રહેલા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

સ્થાનિકોએ તાત્કાલિક મહેસાણા ફાયર વિભાગને જાણ કરતા મહેસાણા નગર પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગાડીમાં લાગેલ આગ બુઝાવવામાં આવી હતી. ગાડીમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ રહેવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...