તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવિડ હોસ્પિટલમાં આગ:મહેસાણા સાઈ કૃષ્ણા કોવિડ હોસ્પિટલના ચોથા માળે આગ લાગી, ફાયર વિભાગે કાબૂ મેળવતા દર્દીઓને હાશકારો

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલના ચોથા માળે એસીમાં શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું અનુમાન
  • દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

મહેસાણા સાઈ કૃષ્ણા હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં કોવિડના 15 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. હોસ્પિટલમાં આગ લાગતા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબૂ મેળવાતા દર્દીઓએ હાશકારો અનુભવ્યો હતો. તેમજ દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

150 બેડની સાઈ કૃષ્ણા હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી
મહેસાણા જિલ્લામાં કોરોના કેસ વધતા તમામ કોવિડના બેડ ફૂલ થઈ ગયા હતા. જેથી નાયબ મુખ્યમંત્રીએ મહેસાણામાં સાઈ ક્રિષ્ના હોસ્પિટલ શરૂ કરવા જણાવ્યું હતું. જેથી તંત્ર દ્વારા સાઈ ક્રિષ્ના હોસ્પિટલ શરૂ કરાઇ હતી. જ્યારે 150 બેડની સાઈ કૃષ્ણા હોસ્પિટલની શરૂઆતના પહેલા જ દિવસે ઓક્સિજનની વ્યવસ્થા ખોરવાઇ હતી. ઓક્સિજનના અભાવે એક દર્દીનું મોત થયુ હતું. જ્યારે બહારથી આવેલા દર્દીઓ રાજળી પડ્યા હતા. જેમાં આજે ફરી હોસ્પિટલ ચર્ચામાં આવી છે.

જેમાં મહેસાણા સાઈ કૃષ્ણા હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. હોસ્પિટલમાં આગ લાગતા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં આગ ઓલવાતા દર્દીઓએ રાહત અનુભવી છે. તેમજ એસીમાં શોર્ટસર્કિટથી આગ લાગવાનું અનુમાન છે.

15 દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવા કામગીરી શરૂ

મહેસાણા સાઈ કૃષ્ણા હોસ્પિટલમાં એકાએક આગની ઘટના સામે આવતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ના જીવ અધ્ધર થઈ ગયા હતા. જેમાં મળતી માહિતી પ્રમાણે સાઈ કૃષ્ણા હોસ્પિટલમાં આગની ઘટના બનતા હોસ્પિટલમાં દાખલ 15 દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવા કામગીરી શરૂ કરાઇ છે. તેમજ આગના કારણે હોસ્પિટલમાં લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. અને હાલમાં હોસ્પિટલ આગળ એમ્બ્યુલન્સની કતારો જોવા મળી રહી છે.

ગયા મહિને ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટનામાં 18ના મોત થયા હતા

ગયા મહિને ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં મધરાતે આગ ફાટી નીકળી હતી. જેમાં 16 કોરોના દર્દી અને 2 નર્સ સહિત 18 લોકોના મોત નિપજ્યાં હતા. તેમાં સરકારે બે આઇએસ અધિકારીને ઘટનાની તપાસ સોંપી હતી. તેમજ મૃતકોના પરિવારને 4 લાખની સહાય જાહેર કરીને ફરજ બજાવ્યાનો સંતોષ માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...