મહેસાણા જિલ્લામાં આવેલા કડી સિટીમાં નાની કડી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં નજીવી બાબતે એક મહિલા અને તેના પુત્ર પર પડોશમાં રહેતા અન્ય વ્યક્તિએ અને તેના પુત્રે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ઇજા પામેલી મહિલાએ આ મામલે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અયોધ્યા નગરની ઘટના
કડી નજીક આવેલી નાની કડી રોડ પરની અયોધ્યા નગરમાં રમીલાબેન નામની મહિલા પોતાના ઘર નજીક કચરો વાળી રહ્યા હતા. એ દરમિયાન પડોશમાં રહેતો કાન્તિ પોતાનું બાઈક મહિલાના નજીક ચલાવી મહિલાને ઇજા પહોંચાડી હતી. આ મામલે મહિલાએ પડોશીને ઠપકો આપવા જતા પડોશીએ ઉશ્કેરાઈ જઇ મહિલા સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. બાઈક ચાલકનો પુત્ર પણ આવી જતા તેણે પણ મહિલાને અપશબ્દો બોલી લાકડાનો ધોકો મહિલાને માર્યો હતો.
ઝપાઝપીમાં મહિલાનો પુત્ર પણ ઇજાગ્રસ્ત
વધુ હોબાળો થતા મહિલાનો દીકરો આવી જતા ઝપઝપીમાં તેણે પણ હાથે ઇજા થઈ હતી. બાદમાં લોકો આવી જતા પાડોશી ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે હાલમાં મહિલાએ હુમલો કરનાર પિતા-પુત્ર સામે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.