• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • A Fiance Of Becharaji's Fichdi Village Was Made Pregnant By Her Fianc Before Marriage, A Complaint Was Lodged Threatening To Refuse Marriage

ફરિયાદ:બેચરાજીના ફિચડી ગામની યુવતીને મંગેતરે લગ્ન પહેલા જ ગર્ભવતી બનાવી, લગ્નની ના પાડી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીની મરજી વિરૂદ્ધ યુવકે શરીર સુખ માણી યુવતીને ગર્ભવતી બનાવી
  • બેચરાજી પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાઇ

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ફિચડી ગામની યુવતી સાથે રીતરિવાજ મુજબ એક યુવકે સગાઈ કરી હતી. જે બાદ યુવતીની મરજી વિરૂદ્ધ યુવકે શરીર સુખ માણી યુવતીને ગર્ભવતી બનાવી દીધી હતી. ત્યારબાદ લગ્ન કરવાની મનાઈ કરી યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવક સામે ફરિયાદ નોંધાઈ છે.

અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપીબેચરાજી તાલુકાના ફિચડી ગામમાં રહેતી યુવતીની સગાઈ સુરેન્દ્રનગર જિલ્લાના દસડા તાલુકાના વણોદ ગામના યુવક સાથે થઈ હતી. ત્યારે યુવકે લગ્ન કર્યા પહેલા જ યુવતીની મરજી વિરુદ્ધ અવાર-નવાર માતા-પિતાની ગેરહાજરીમાં મળવા આવતો હતો. તેમજ બળજબરીથી યુવતી સાથે શારીરિક સુખ માણતો હતો. જેથી યુવતીને 6 માસનો ગર્ભ રહ્યો હતો. ત્યારે યુવતીના માતાપિતા તથા સમાજના આગેવાનોએ મળી યુવકને લગ્ન કરવા સમજાવવા છતાં યુવકે યુવતીના માતાપિતા અને ભાઈને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સમગ્ર મામલે બેચરાજી પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...