મહેસાણાના યુવકના મોતનો મામલો:થોડા દિવસ બાદ માતા-પિતા પુત્રોને મળવા કેનેડા જવાના હતા, તે પહેલા જ એક પુત્રના મોતના સમાચાર મળ્યા

મહેસાણાએક મહિનો પહેલા
મહેસાણામાં આવેલ હર્ષિલનું મકાન - Divya Bhaskar
મહેસાણામાં આવેલ હર્ષિલનું મકાન
  • હર્ષિલના માતાને દીકરાના મોતની જાણ કર્યા વગર કેનેડા લઇ જવાયા

મહેસાણાના બારોટ પરિવારના યુવકનું કેનેડામાં ડૂબી જવાથી મોત થયું હતું. છેલ્લા ત્રણ વર્ષથી કેનેડામાં રહેતાં બંને ભાઇઓ ફોટો સેશન માટે કેનેડાના પોગી કોવ લાઇટ હાઉસ ગયા હતા. 'ન જાણ્યુ જાનકી નાથે કે આવતીકાલે શું થવાનું છે' એમ હર્ષિલ બારોટ અને ઝરીન બારોટને ક્યાં ખબર હતી કે તેઓ ફોટોશૂટ માટે આવ્યાં તો સાથે છે પણ બંને સાથે પરત નહીં ફરી શકે. સેલ્ફી લેતી વખતે હર્ષિલનો પગ લપસી જતાં તે દરિયામાં ડૂબી ગયો હતો. ત્યારે કેનેડામાં મહેસાણાના બારોટ પરિવારના એક દીકરાના મોતના સમાચાર મળતાની સાથે જ મહેસાણામા રહેતો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. હાલમાં તો દીકરાના મોતના સમાચાર મળતા સ્નેહીજનો મહેસાણામા આવેલા મકાનમા અવર જવર કરતા જોવા મળ્યા હતા. જ્યાં માતા-પિતા ઘટનાની જાણ થતાં કેનેડા જવા રવાના થયા હતા.

કેનેડામાં રહેતા બે પુત્રોને મળવા માટે મહેસાણામાં રહેતા માતા-પિતા થોડા દિવસ બાદ ત્યાં રોકાવા જવાના હતા. કેનેડાના વિઝા પણ મળી ગયા હતા અને હર્ષિલ સાથે માતાનો લગાવ વધુ હોવાથી તેઓ પાંચ એક માસ જોડે પણ રહેવાના હતા. જેથી માતા પોતાના દીકરાઓને થોડો સમય સાથે પસાર કરી શકે. જોકે, સંજોગો વસ આ દુઃખત ઘટનામાં હર્ષિલનું મોત થતા સમગ્ર પરિવાર હાલમાં શોકમય બન્યો છે. સોમવારે કેનેડામાં બનેલી ઘટનામાં બારોટ પરિવારના નાના દીકરાના મોતના સમાચાર પરિવારના લોકોને મળ્યા હતા. જોકે, મૃતક હર્ષિલની માતાને આ અંગે જાણ કરવામાં આવી ન હતી તેમજ કેનેડામાં દીકરાનું અકસ્માત થયું છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાની જાણ કરી હાલમાં માતા-પિતા કેનેડા જવા રવાના થયા હતા.

મૃતક હર્ષિલ 6 માસ અગાઉ માતાને મળવા આવ્યો હતો

કેનેડામાં વર્ક પરમીટ પર ગયેલા હર્ષિલ ગત વર્ષમાં મહેસાણા ખાતે માતા-પિતાને મળવા આવ્યો હતો. જોકે, એ સમયગાળા દરમિયાન કોરોના થતા તે કેનેડા જઈ શક્યો ન હતો. જેથી તેણે મહેસાણા રોકાઉ પડ્યું હતું. જોકે, સ્વસ્થ થયા બાદ હર્ષિલ કેનેડા નીકળ્યો હતો. બને ભાઈ અગાઉ USAમાં પણ રહી ચૂક્યા છે. બાદમાં કેનેડામાં અલગ-અલગ શહેરમા નોકરી કરતા હતા.

હર્ષિલે થોડા દિવસો અગાઉ નવી જોબ ચાલુ કરી હતીઃ મિત્ર

મહેસાણામાં રહેતા ઝરીનમાં મિત્રે જણાવ્યું કે, હર્ષિલે હમણાં થોડા દિવસ અગાઉ જ નવી જોબ ચાલુ કરી હતી. બનેભાઈ માંથી ઝરીન મારો ખાસ મિત્ર હતો. હર્ષિલ ઉંમરમા નાનો હતો. જોકે, બને ભાઈ સાથે બનેલી આ ઘટના ખૂબ દુઃખદ છે. જેમાં હાલ ઝરીનની તબિયતમાં સુધારો આવ્યો છે. ઝરીનને ત્રણ દિવસની રજા હોવાથી પોતાના નાના ભાઈ અને તેના મિત્રો સાથે નવા લોકેશન જોવા નીકળ્યા હતા. આ દરમિયાન હર્ષિલે એક સેલ્ફી ફોટો પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ દરમિયાન એમને સપને પણ ખ્યાલ ન હતો કે આ ફોટો તેઓનો આખરી ફોટો બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...