• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • A Father Who Went Missing After The Blast Has No Address, Went To Civil To Find Out About His Son; No Government Compensation For Missing

દીકરાની વ્યથા:બ્લાસ્ટ પછી ગાયબ એક પિતાનો કોઈ પત્તો નથી, સિવિલમાં પુત્રની ખબર કાઢવા ગયા હતા; ગુમ હોવાથી સરકારી વળતર પણ ન મળ્યું

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

માણસા તાલુકાના ખરણા ગામના પુરૂષોત્તમ પરમારનો આજદિન સુધી પત્તો મળ્યો નથી. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર થયેલા બ્લાસ્ટ સમયે દીકરાની ખબર પૂછવા ગયેલા પુરૂષોત્તમ પરમારનો મૃતદેહ નહીં મળતાં પરિવાર વળતરથી પણ વંચિત રહ્યો છે.

ખરણાના પુરૂષોત્તમભાઈ પરમાર ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. 2008માં 4 સંતાનો પૈકી જે-તે સમયે 3 માસના ભાવિકને કમળો થતાં અમદાવાદ સિવિલમાં દાખલ કર્યો હતો. ભાવિક સાથે માતા મીનાબેન રહેતાં હતાં. પિતા પુરૂષોત્તમભાઇ 26 જુલાઈ 2008ના દિવસે પુત્રની ખબર પૂછવા સિવિલમાં ગયા તે સમયે જ ટ્રોમા સેન્ટરની બહાર બ્લાસ્ટ થયો હતો. તે દિવસથી તેઓ ગુમ છે. પરિવારે માણસા પોલીસ સ્ટેશનમાં જે-તે સમયે જાણવા જોગ નોંધાવી હતી.

6 માસ સુધી પોલીસ દ્વારા તપાસ કરાઈ હતી. પરંતુ, કોઈ કડી અથવા મૃતદેહ નહીં મળતાં પરિવાર બ્લાસ્ટમાં મૃતકોને ચુકવેલા વળતરથી પણ વંચિત રહ્યો છે. આમ હજુ પણ એક વ્યક્તિ પૂરેપૂરા ન્યાયથી વંચિત રહી છે.

અન્ય સમાચારો પણ છે...