તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બળદગાડુ લઇને ખેતરે જતા ખેડૂતનું ગાડીની ટક્કરે મોત

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણાના મેઘાલિયાસણ-લાખવડ રોડની ઘટના

ખેતરમાં ભેંસો દોહી ભાઇ સાથે દૂધ મોકલી એક્કો (બળદગાડુ) લઇ બીજા ખેતરે જઇ રહેલા મેઘાલિયાસણ ગામના યુવાનનું ગાડીની ટક્કરે મોત થયું હતું. મહેસાણા તાલુકા પોલીસે ગાડીચાલક સામે ગુનો નોંધી તપાસ ની કાર્યવાહી હાથ ધરી છે.મહેસાણા તાલુકાના મેઘાલિયાસણના વાઘજીભાઇ મસોતભાઇ ચૌધરી રવિવારે તેમના ખેતરે હાજર હતા. તે સમયે તેમનો ભત્રીજો મહેશ ઉર્ફે મનુભાઇ વાલજીભાઇ ચૌધરી (39) એક્કો લઇને તેમના ખેતરમાં આવ્યો હતો.

અહીં ભેંસો દોહી તેમના નાનાભાઇ નરેશની સાથે દૂધ ડેરીમાં ભરાવવા મોકલી મહેશભાઇ સાંજના 4.45 વાગે બોરથી લાખવડ રોડ પર આવેલા બીજા ખેતરમાં એક્કો લઇને જવા નીકળ્યા હતા. આ સમયે મેઘાલિયાસણ તરફથી આવેલી ફીગો ગાડી (જીજે 01 કેજે 6135)ના ચાલકે એક્કાને પાછળથી ટક્કર મારતાં રોડની સાઇડમાં બળદ સાથે એક્કો નમી જતાં મહેશભાઇ જમીન પર પટકાયા હતા. જેમાં શરીરે ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો